ખેડાના કપડવંજના માંડવના મુવાડા ગામે વાનરોનો આતંક સામે આવ્યો છે, સ્થાનિકોનું કહેવું છે કે આખા ગામમાં વાનરોનું ટોળું ફરી રહ્યું છે અને તે લોકોને બચકા ભરી રહ્યું છે, 20થી 25 વાનરોના ટોળાએ આતંક મચાવતા લોકો ઘરની બહાર પણ નીકળી શકતા નથી અને ઘરમાં રહેવું પડે છે, સ્થાનિકોનું કહેવું છે કે બાળકોને ઘરની બહાર રમવા જવા માટે પણ નીકળતા નથી.


સતત બે દિવસથી વાનરોએ આતંક મચાવતા ભયનો માહોલ

સ્થાનિકોનું કહેવું છે કે, છેલ્લા બે દિવસથી ગામમાં 20 થી 25 વાનરો આવ્યા છે અને લોકોને બચકા ભરી રહ્યાં છે, વાનરોએ પાંચ લોકોને બચકા ભરી લીધા છે જેના કારણે તે લોકોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે, વન વિભાગ દ્વારા વાનરોને પાંજરે પૂરવાની કવાયત શરૂ કરી છે, ગામમાં અચાનક વાનરોનું ટોળું આવી જતા લોકોને કામના સમયે પણ બહાર નીકળતા ડર લાગે છે કે, વાનર બચકુ ના ભરી લે, તો ગામના સરપંચે પણ વન વિભાગને જાણ કરી માહિતી આપી છે.

જાણો વાંદરા કેમ કરે છે હુમલો

વધતા જતા શહેરીકરણથી વાંદરાઓના રહેવા દિવસેને દિવસે ઘટતી જાય છે. સાથે જ ફળ સાથે ઝાડના પાન પણ આરોગનારા વાંદરાઓ માટે પોતાના માટે ખોરાક શોધવો એ પણ એક સમસ્યા બની રહી છે. સામાન્ય રીતે, વાંદરાના ટોળાનો નેતા એટલે નર વાંદરો બીટા મેઇલ એટલે કે નાના નર વાંદરાઓને બહાર કાઢે છે, જેના પરિણામે તેઓ આક્રમક બને છે. બાદમાં, સમય જતાં આ બીટા મેઇલ મોટા થાય છે ત્યારે ટોળાના નર વાંદરાને બહાર કાઢી શકે છે, અને આક્રમકતાનું ચક્ર ચાલુ રહે છે. તદુપરાંત, પોતાના નાના બચ્ચા માટે માદા અત્યંત રક્ષણાત્મક બની શકે છે. કોઇ પણ સ્થિતિમાં તે અસુરક્ષા અનુભવે તો હુમલો કરી શકે છે. 

  • Follow us on: