પૂર્વ કચ્છમાં નશાના કારોબારીઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. સરહદી જિલ્લામાં નશાબંધીને કડક બનાવવા માટે ચલાવવામાં આવી રહેલી “નો ડ્રગ્સ ઇન કચ્છ” ઝુંબેશ હેઠળ આડેસર પોલીસને એક મોટી સફળતા મળી છે. પોલીસ દ્વારા ભીમાસર નજીક વોચ ગોઠવીને એક મહિન્દ્રા જીપમાંથી લાખોની કિંમતના પોષડોડાના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા છે, જ્યારે એક આરોપી નાસી છૂટવામાં સફળ રહ્યો છે.
મહિન્દ્રા જીપમાંથી મળ્યો નશાનો જથ્થો
ઘટનાની મળતી માહિતી અનુસાર, આડેસર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ભીમાસર પાસે શંકાસ્પદ મહિન્દ્રા જીપને રોકીને તલાશી લેવામાં આવી હતી. આ તલાશી દરમિયાન જીપમાંથી 3.369 કિલોગ્રામ ગેરકાયદેસર પોષડોડાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે નશાકારક પદાર્થ અને મહિન્દ્રા જીપ સહિત કુલ રૂપિયા 1.60 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.













