ગુજરાતના સરહદી અને ભૂકંપ પ્રત્યે સંવેદનશીલ ગણાતા કચ્છ જિલ્લામાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. બપોરના સમયે અચાનક જ ધરતી ધ્રુજી ઉઠતા સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને કેટલાક વિસ્તારોમાં લોકો સાવચેતીના ભાગરૂપે ઘરો અને ઓફિસોની બહાર દોડી આવ્યા હતા.


બપોરે 12:39 કલાકે ધ્રુજી ધરા

ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચના જણાવ્યા અનુસાર, કચ્છમાં આ ભૂકંપનો આંચકો આજે બપોરે બરાબર 12:39 કલાકે અનુભવાયો હતો. આંચકો સામાન્ય કરતાં થોડો વધુ તીવ્ર હોવાથી લોકોએ તેને સ્પષ્ટપણે અનુભવ્યો હતો.

ભચાઉ નજીક કેન્દ્રબિંદુ અને 3.2ની તીવ્રતા

સિઝમોલોજી વિભાગના આંકડા મુજબ, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.2 નોંધાઈ છે. જેનું કેન્દ્રબિંદુ કચ્છના ભચાઉ નજીક નોંધાયું છે. કચ્છમાં વારંવાર આવતા નાના-મોટા આંચકાઓને કારણે સ્થાનિકો માટે આ સ્થિતિ નવી નથી, પરંતુ રિક્ટર સ્કેલ પર 3 કરતાં વધુની તીવ્રતા હોવાને લીધે વહીવટી તંત્ર પણ સતર્ક બન્યું છે.

કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી

રાહતની વાત એ છે કે, આ ભૂકંપની તીવ્રતા મધ્યમ કક્ષાની હોવાથી જિલ્લામાં ક્યાંયથી પણ કોઈ જાનહાનિ કે મોટા માલસામાનના નુકસાનના અહેવાલો મળ્યા નથી. આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.


આ પણ વાંચો - Kutchના માંડવીમાં કાયદાના ઊડ્યા લીરેલીરા: લાયજા હાઈવે પર જાહેરમાં મારામારીનો વીડિયો થયો વાયરલ


  • Follow us on: