કચ્છના રાપર તાલુકાના ચિત્રોડ ગામે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણ હટાવવાની મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીમાં ખાસ કરીને ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો દ્વારા સરકારી જમીન પર કરવામાં આવેલું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા જે દબાણ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું તે બે સ્થાનિક શખ્સોનું હતું. જેમનો ભૂતકાળ ગુનાહિત પ્રવૃત્તિઓથી ભરેલો છે. આ આરોપીઓમાં મહેન્દ્ર ઉર્ફે મેંદો કોળી અને રામજી મકવાણાનો સમાવેશ થાય છે.
આરોપીએ સરકારી જમીન પર દુકાનો બનાવી દબાણ કર્યું હતું
આ બંને આરોપીઓએ સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે દુકાનો બનાવીને કાયમી દબાણ કર્યું હતું. સરકારી જમીન પચાવી પાડીને કરવામાં આવેલા આ દબાણ સામે ગ્રામજનોમાં પણ રોષ હતો. ગાગોદર પોલીસની આગેવાની હેઠળ વહીવટી તંત્રની ટીમે સ્થળ પર પહોંચીને તાત્કાલિક દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. બુલડોઝરની મદદથી ગેરકાયદેસર દુકાનો અને અન્ય બાંધકામોને તોડી પાડવામાં આવ્યા હતા.













