રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાયો છે જેમાં 18 જિલ્લાઓમાં તાપમાન 20 ડિગ્રીથી નીચું નોંધાયું છે, નલિયામાં સૌથી ઓછું 12.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી દિવસોમાં પવનની દિશા બદલાશે તો હજી વધુ ઠંડી પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.


ગુજરાતમાં આ જિલ્લામાં આટલું તાપમાન નોંધાયું

અમદાવાદમાં 16 ડિગ્રી,ગાંધીનગર 14.8 ડિગ્રી, વડોદરામાં 14.4, ડીસામાં 14 ડિગ્રી, સુરતમાં 18.8, દમણમાં 19.6 ડિગ્રી, ભુજમાં 16.2, કંડલામાં 15 ડિગ્રી, રાજકોટમાં 14.4, દીવમાં 17.4 ડિગ્રી, મહુવામાં 17.1, કેશોદમાં 14.8 ડિગ્રી, પોરબંદરમાં 16.3, સુરેન્દ્રનગરમાં 17.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

પહાડી વિસ્તારોમાં હિમવર્ષાને કારણે ઠંડીમાં નોંધપાત્ર વધારો

ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં હિમવર્ષાને કારણે ઠંડીમાં નોંધપાત્ર વધારો થયો છે. હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે, વહેલી સવારે કડકડતી ઠંડી, બપોરે હળવો તડકો અને સાંજ પડતાં ઠંડીનું પ્રમાણ ફરી વધશે.વધુ ઉંચાઇ વાળા ક્ષેત્રોમાં તાપમાન 5 ડિગ્રી સેલ્સિયલની નીચે પડી ગયુ છે. તાપમાનમાં ઉતાર-ચઢાવને કારણે લોકોમાં શરદી-ખાંસી અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ વધવાની શરૂઆત થઇ ગઇ છે.

હિમાચલ પ્રદેશ-જમ્મૂ કાશ્મીરમાં તાપમાન શૂન્યથી નીચે

હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં ઠંડીએ રેકોર્ડ તોડ્યો છે. તાબાનું તાપમાન માઇનસ 5.3, કુકુમસેરી માઇનસ 4.1, કેલાંગ માઇનસ 3.6 અને કલ્પા 0.4 ડિગ્રી સેલ્સિયસ જોવા મળ્યુ છે. હવામાન વિભાગનું અનુમાન છે કે આવનારા દિવસોમાં હવામાન સાફ રહેશે.જોકે રાત્રિના સમયે ઠંડી વધુ વધી શકે છે. આનાથી વિપરીત ઉનામાં ગઇ કાલે 28.2 ડિગ્રી સેલ્સિયસની સાથએ સૌથી વધારે તાપમાન જોવા મળ્યુ છે.

ઉત્તર ભારત માટે તીવ્ર ઠંડીની IMDની ચેતવણી

ઘણા રાજ્યોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે પહોંચ્યું છે અને રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબમાં ઠંડીની ચેતવણી આપવામાં આવી છે, હરિયાણા, ઉત્તરપ્રદેશમાં તીવ્ર ઠંડીની ચેતવણી આપવામાં આવી છે, રાજસ્થાનમાં સૌથી વધુ ઠંડીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે, 12 જિલ્લાઓમાં તાપમાન 10 ડિગ્રીથી નીચું નોંધાયું છે અને રાજસ્થાનના સીકરમાં સૌથી ઓછું તાપમાન 7 ડિગ્રી નોંધાયું છે, મધ્યપ્રદેશના ભોપાલ, રાજગઢ, ઇન્દોરમાં ઠંડીની શરૂઆત થઈ છે, મધ્યપ્રદેશના રાજગઢમાં 7 ડિગ્રી તાપમાન નોંધાયું છે, છત્તીસગઢના સુરગુજા ક્ષેત્રમાં પણ ઠંડીનું એલર્ટ આપવામાં આવ્યું છે અને પેંડરામાં તાપમાન 9 ડિગ્રી સુધી પહોંચી ગયું છે.

સૌરાષ્ટ્રમાં મામૂલી તફાવતે ઠંડીમાં સામાન્ય વધારો-ઘટાડો નોંધાયો છે

અમરેલીમાં ગઈકાલ કરતા આજે ઠંડીની માત્રામાં વધારો થયો છે. જ્યારે રાજકોટ અને રાજ્યના સૌથી ઠંડા શહેર ગણાતા નલીયામાં એક સમાન લઘુતમ તાપમાન નોંધાયું છે. સવાર અને સાંજે ભેજનું પ્રમાણ ઘટી જતા વાતાવરણ ટાઢુબોળ થઈ ગયું હતું. સૌરાષ્ટ્રમાં ધીમેધીમે શિયાળો રફતાર પકડી રહ્યો છે.

ગુજરાતમાં 18 નવેમ્બર પછી કડકડતી ઠંડી પડશે

સૌરાષ્ટ્રમાં આજે સૌથી ઠંડુ શહેર અમરેલીમાં લઘુતમ તાપમાનનો પારો 14 ડિગ્રીએ સ્થિર થયો હતો. શહેર કરતા ગ્રામ્ય વિસ્તારમાં ઠંડીનું પ્રમાણ વધુ રહેતા લોકોએ ઠંડીથી રક્ષણ મેળવવા ગરમ વસ્ત્રોથી સહારો લઈ રહ્યા છે. રાજકોટમાં ગઈકાલ કરતા આજે ઠંડીમાં વધારો થયો છે સવારમાં ધૂમ્મસના આવરણ વચ્ચે તાપમાન નીચે સરકી જતા હિલસ્ટેશન જેવો માહોલ બની ગયો હતો. શહેરનું લઘુતમ તાપમાન ૧૪.૮ ડિગ્રીએ પહોચી ગયું હતું જે આ સિઝનનું સૌથી નીચુ તાપમાન નોંધાયું છે.

  • Follow us on: