કચ્છના કંડલા OTB વિસ્તારમાં કોલસો ભરેલા જહાજ સાથે ગંભીર અકસ્માત સર્જાયો છે. ઈન્ડોનેશિયાથી કોલસો લઈને આવેલું જહાજ એન્કર સાથે અથડાતાં જહાજમાં પાણી પ્રવેશવા લાગ્યું હતું. સ્થિતિ વણસતા જહાજ ધીમે ધીમે નીચે બેસવા લાગ્યું હતું.
એન્કર સાથેની ટક્કર બાદ જહાજમાં પાણી ઘૂસ્યું
પ્રાપ્ત માહિતી મુજબ ઈન્ડોનેશિયાથી કોલસો લઈને આવેલું જહાજ કંડલા OTB વિસ્તારમાં પહોંચ્યું હતું. આ દરમિયાન જહાજ એન્કર સાથે અથડાયું હતું. ટક્કર બાદ જહાજમાં પાણી પ્રવેશતાં પરિસ્થિતિ ગંભીર બની હતી અને જહાજ ધીમે ધીમે ડૂબવા લાગ્યું હતું.

જહાજ ડૂબવા લાગ્યું તો ક્રૂએ દરિયામાં ઝંપલાવ્યું
જહાજમાં પાણીનું પ્રમાણ વધતાં ક્રૂ મેમ્બરોમાં અફરાતફરી મચી હતી. પોતાની સલામતી માટે ક્રૂ મેમ્બરોને દરિયામાં ઝંપલાવવાની ફરજ પડી હતી. ઘટનાની જાણ થતાં બચાવ કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી હતી.
કોસ્ટ ગાર્ડનું રેસ્ક્યૂ ઓપરેશન, તમામ ક્રૂ સુરક્ષિત
પરિસ્થિતિની ગંભીરતાને જોતા કોસ્ટ ગાર્ડે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. દરિયામાં ઉતરેલા ક્રૂ મેમ્બરોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. અકસ્માત બાદ જહાજની સ્થિતિ અને પાણી પ્રવેશવાના કારણ અંગેની વધુ વિગતો મેળવવાની કાર્યવાહી ચાલી રહી છે.

કોલસાના જહાજની ઘટના પાછળનું કારણ શું?
કંડલા OTB વિસ્તારમાં બનેલી આ ઘટનામાં એન્કર સાથે જહાજ કેવી રીતે અથડાયું અને ટક્કર બાદ કેટલા પ્રમાણમાં પાણી જહાજમાં ઘૂસ્યું તે અંગે તપાસ મહત્વની બની છે. હાલ સૌથી મોટી રાહત એ છે કે કોસ્ટ ગાર્ડની કામગીરીથી ક્રૂ મેમ્બરોને સુરક્ષિત બચાવી લેવાયા છે.
આ પણ વાંચો : Malaysia : 72 વર્ષના ફૂટબોલ દિગ્ગજે 20 વર્ષની યુવતી સાથે કર્યા લગ્ન, તસવીરો વાયરલ થતાં પરિવારે કરી પુષ્ટિ