માર્ગમાં બન્ને દિશાઓમાં આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુરોડ, ફાલના, મારવાડજંક્શન, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગરજયપુર, દૌસા, અલવર, રેવાડી, ગુડગાંવ, દિલ્હી કેન્ટ, દિલ્હી,ગાઝિયાબાદ, મેરઠ, મુઝફ્ફરનગર અને રૂડકી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 3 ટાયર ક્લાસના કોચ હશે.
ટ્રેન નં. 09425/09426 સાબરમતી-હરિદ્વાર દ્વિ સાપ્તાહિક એસી સ્પેશિયલ (૨૮ ટ્રિપ્સ)
ટ્રેન નં. 09425 સાબરમતી-હરિદ્વાર સ્પેશિયલ 15 ઓક્ટોબર 2025 થી 29 નવેમ્બર 2025 સુધી દર બુધવાર અને શનિવારે સાબરમતીથી 08.50 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 05.30 વાગ્યે હરિદ્વાર પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નં. 09426 હરિદ્વાર-સાબરમતી સ્પેશિયલ 16 ઓક્ટોબર 2025 થી 30 નવેમ્બર 2025 સુધી દર ગુરુવાર અને રવિવારે હરિદ્વારથી 21:40 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 21:30 વાગ્યે સાબરમતી પહોંચશે.
ટ્રેન નં. 09472/09471 ગાંધીધામ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સાપ્તાહિક સ્પેશિયલ [૧૦ ટ્રિપ્સ]
ટ્રેન નં. 09472 ગાંધીધામ - બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ 13 ઓક્ટોબર 2025 થી 10 નવેમ્બર 2025 સુધી દર સોમવારે ગાંધીધામથી 20.20 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 09.45 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નં. 09471 બાંદ્રા ટર્મિનસ - ગાંધીધામ સુપરફાસ્ટ સ્પેશિયલ 14 ઓક્ટોબર 2025 થી 11 નવેમ્બર 2025 સુધી દર મંગળવારે બાંદ્રા ટર્મિનસથી 12.30 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 01.30 વાગ્યે ગાંધીધામ પહોંચશે. માર્ગમાં બન્ને દિશાઓમાં આ ટ્રેન સામાંખ્યાલી, હળવદ, અમદાવાદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ ના કોચ હશે.
આ ટ્રેનને લઈ વધુ માહિતી રેલવેની વેબસાઈટ પર મળી રહેશે
ટ્રેન નંબર 09425, 09472 અને 09471 માટે બુકિંગ 12 ઓક્ટોબર, 2025 થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટરો અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનના સમય, સ્ટોપેજ અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકે છે.