મહીસાગર જિલ્લામાંથી સ્થાનિક રાજકારણના મોટા સમાચાર સામે આવ્યા છે. જિલ્લામાં આગામી સમયમાં યોજાનારી ગ્રામ પંચાયતોની સામાન્ય કે પેટાચૂંટણીઓ માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. મહીસાગર જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણી માટે બેઠકો અને સીટો સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવી છે. આ જાહેરાત સાથે જ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે અને સંભવિત ઉમેદવારો તેમજ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
કલેક્ટર દ્વારા સત્તાવાર જાહેરાત
પ્રાપ્ત વિગતો અનુસાર, મહીસાગર જિલ્લાના કુલ 8 તાલુકાઓની 262 ગ્રામ પંચાયતોમાં આ ચૂંટણીઓ યોજાનાર છે. જિલ્લા કલેક્ટર દ્વારા આ તમામ સીટોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત હેઠળ લુણાવાડા, કોઠબા, સંતરામપુર, ગોધર, બાલાસિનોર, વિરપુર, કડાણા અને ખાનપુર સહિતના તમામ 8 તાલુકાઓની ગ્રામ પંચાયતો અને બેઠકોની વિગતો સ્પષ્ટ કરવામાં આવી છે, જેનાથી ગ્રામીણ સ્તરે ચૂંટણીના પવન ફૂંકાઈ ગયા છે.
