નાણાકીય વર્ષના અંતિમ મહિનાઓમાં સુરત મહાનગરપાલિકાએ વેરા વસૂલાત માટે કમર કસી છે. ખાસ કરીને પોશ ગણાતા અઠવા ઝોનમાં પાલિકાએ ટેક્સ બાકીદારો સામે કડક કાર્યવાહી હાથ ધરતા મિલકતદારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.


એક દિવસમાં 168 મિલકતો સીલ

અઠવા ઝોનના ટેક્સ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી આ સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત માત્ર એક જ દિવસમાં 168 જેટલી મિલકતોને સીલ કરી દેવામાં આવી હતી. પાલિકાની આ આક્રમક કામગીરીને જોતા જે મિલકતદારો લાંબા સમયથી વેરો ભરવામાં ઠાગાઠૈયા કરતા હતા, તેમણે તાત્કાલિક ધોરણે વેરો ભરવાની તૈયારી દર્શાવી હતી.

વેરાની આવકનો આંકડો હવે 189 કરોડને પાર 

પાલિકાની સીલિંગની કાર્યવાહીને પગલે એક જ દિવસમાં ₹70 લાખથી વધુની રોકડ વસૂલાત કરવામાં આવી છે.આ સાથે જ ચાલુ નાણાકીય વર્ષમાં અઠવા ઝોનની કુલ વેરાની આવકનો આંકડો હવે ₹189 કરોડને પાર કરી ગયો છે.સુરત મનપા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં અન્ય ઝોનમાં પણ આ જ પ્રકારે કડક કાર્યવાહી ચાલુ રહેશે. જે મિલકતદારોનો વેરો બાકી છે, તેમણે વ્યાજ અને સીલિંગની કાર્યવાહીથી બચવા માટે વહેલી તકે વેરો ભરી દેવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો:Jasdan: વાડી વિસ્તારમાં દીપડો દેખાતા વન વિભાગે સાવચેતી રાખવા કરી અપીલ

  • Follow us on: