જામનગર શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો હોય તેમ 24 જાન્યુઆરીની મધરાત્રે હિરજી મિસ્ત્રી રોડ પર એક ચોંકાવનારી ઘટના બની હતી. ઉદ્યોગનગર વિસ્તારમાં પાર્ક કરેલી એક ખાનગી બસને અજાણ્યા ટીખળખોર યુવકે જાણીજોઈને આગ લગાવી હતી. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


ખાનગી બસને યુવકે આગ લગાવી

ગત 24 જાન્યુઆરીના રોજ રાત્રિના સમયે હિરજી મિસ્ત્રી રોડ પર આવેલી પ્રણામી સ્કૂલ પાસે એક ખાનગી લક્ઝરી બસ પાર્ક કરવામાં આવી હતી. આ બસનો ઉપયોગ સ્થાનિક ફેક્ટરીના કામદારોને લાવવા અને લઈ જવા માટે કરવામાં આવતો હતો. મધરાત્રે અચાનક બસમાંથી આગની જ્વાળાઓ નીકળતી જોઈ આસપાસના લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

CCTV વીડિયોમાં ખુલી પોલ

શરૂઆતમાં આ ઘટના અકસ્માત હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ જ્યારે વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે એક અજાણ્યો યુવક બસ પાસે આવે છે અને બસમાં આગ લગાવીને ત્યાંથી ભાગી જાય છે. ટીખળખોર યુવકની આ હરકતને કારણે લાખોની કિંમતની બસ બળીને ખાખ થઈ ગઈ હતી.


આ પણ વાંચો: Vadodara: સાધલીના મહિલા સરપંચ સસ્પેન્ડ, વહીવટમાં નિષ્કાળજી બદલ DDOની લાલ આંખ

  • Follow us on: