ગુજરાતમાં આજે સુરક્ષા એજન્સીઓ માટે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ હતી, જ્યારે ગાંધીનગર અને અમદાવાદની અનેક શાળાઓને ઇ-મેઈલ મારફતે બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી હતી. અમદાવાદમાં ધમકી મળેલી શાળાઓની સંખ્યા સતત વધીને 12 સુધી પહોંચી ગઈ હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે વાલીઓ, શાળા સંચાલન અને વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.


[[$googlead]]

કુલ 11 શાળાઓને ધમકી

અમદાવાદમાં કુલ 11 શાળાઓને બોમ્બથી ઉડાવાની ધમકી મળ્યાની માહિતી સામે આવી છે. ધમકી મળતાની સાથે જ પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને અન્ય સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી. તમામ શાળાઓમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી અને સલામતીના ભાગરૂપે વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

ઝાયડસ સ્કૂલને પણ ધમકી

વેજલપુર વિસ્તારમાં આવેલી ઝાયડસ સ્કૂલને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા ખાસ એલર્ટ જાહેર કરાયું હતું. પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા ઝાયડસ સ્કૂલમાં સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. તપાસ પૂર્ણ થયા બાદ કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી ન આવતા રાહતનો શ્વાસ લેવામાં આવ્યો હતો.

[[$alsoread]]

શાળાઓમાં વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવી

હાલમાં તમામ શાળાઓમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે. પોલીસ દ્વારા ધમકી આપનાર ઇ-મેઈલના સ્ત્રોત અંગે તપાસ શરૂ કરવામાં આવી છે અને સાયબર ક્રાઈમ વિભાગ પણ સક્રિય બન્યો છે. સુરક્ષા એજન્સીઓએ લોકોকে અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે.

આ પણ વાંચો : Ahmedabad School Bomb Threat : અમદાવાદમાં વધુ 3 સ્કૂલને બોમ્બ બ્લાસ્ટની ધમકી, પોલીસ અને વહીવટી તંત્ર એલર્ટ


  • Follow us on: