અમદાવાદ શહેરમાં મે મહિનાની શરૂઆતમાં પણ આકરી ગરમીની આગાહી કરવામાં આવી છે. ભીષણ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે શહેરમાં લોકોને જળસંકટનો સામનો કરવો પડશે. શહેરને પાણી પૂરૂ પાડતી નર્મદાની મુખ્ય લાઈનમાં નુકસાન થવાને કારણે તેનું રિપેરિંગ હાથ ધરાશે. જેથી શહેરમાં પાંચ ઝોનમાં આજે 10થી 15 ટકા પાણી જાહેર કરાયો છે.

કોતરપુર વોટર વર્ક્સમાં પાણી ઓછું હોવાથી પાણીકાપ

તંત્રના જણાવ્યા પ્રમાણે પશ્ચિમ, મધ્ય, ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ઝોનમાં આગામી 10 દિવસ સુધી પાણીનો પુરવઠો પ્રભાવિત રહેશે.નર્મદા લાઈનમાં થયેલા ભંગાણને કારણે કોતરપુર વોટર વર્ક્સમાં પાણીનો સંગ્રહ ઓછો થઈ રહ્યો છે.જેને પગલે વોટર સ્ટેશનો પર પાણી પૂરતા દબાણથી મળી શકશે નહીં.ઉનાળાની પીક સીઝનમાં જ્યારે પાણીની જરૂરિયાત સૌથી વધુ હોય છે ત્યારે જ તંત્ર દ્વારા લેવાયેલા આ નિર્ણયને કારણે ગૃહિણીઓ અને સામાન્ય નાગરિકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.

લાંબો સમય પાણી વગર વિતાવવો મુશ્કેલ

રહેવાસીઓનું કહેવું છે કે 10 દિવસ જેટલો લાંબો સમય પાણી વગર વિતાવવો મુશ્કેલ બનશે.ખાસ કરીને એપાર્ટમેન્ટ્સ અને ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં હાલાકી વધવાની ભીતિ છે.મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર પ્રોજેક્ટ વિભાગે નાગરિકોને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા વિનંતી કરી છે.યુદ્ધના ધોરણે પાઈપલાઈન રિપેરિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.પરંતુ સિસ્ટમ નોર્મલ થતા હજુ એક અઠવાડિયા કરતા વધુ સમય લાગી શકે છે.

આ પણ વાંચોઃ Rajkot News: જંગલેશ્વરમાં CMના હસ્તે ખાતમુહૂર્ત છતાં રસ્તાની કામગીરી ઠપ્પ, નદી કાંઠે ગંદકી અને કાટમાળનો ખડકલો