રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં દબાણો તોડી નાંખ્યા બાદ ત્યાં રસ્તો બનાવવા માટે મુખ્યમંત્રીના હસ્તે ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. પરંતુ આ ખાતમુહૂર્તને આટલો સમય વિતી ગયા બાદ પણ ત્યાં રસ્તાનું કામ અધ્ધરતાલ છે. રસ્તાની કામગીરી ઠપ્પ થઈ જતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તંત્રના બ્યુટિફિકેશનના વાયદા પોકળ સાબિત થયાં છે.

રાજકોટના જંગલેશ્વરમાં રસ્તાનું કામ અધ્ધરતાલ

રાજકોટના જંગલેશ્વરમાં રસ્તાનું કામ અધ્ધરતાલ જોવા મળ્યું છે. ડિમોલિશન કર્યા બાદ પણ લાખો ટન કાટમાળ હજી ત્યાં જ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા આ કાટમાળને ત્યાંથી ખસેડવામાં નથી આવ્યો. બીજી તરફ ત્યાં રસ્તાના કામ માટે મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું પરંતુ હજી સુધી રસ્તાનું કામ શરૂ થયું નથી. રસ્તાની કામગીરી હજી પણ ઠપ્પ થયેલી છે. નદી કાંઠે ગંદકી અને કાટમાળનો ખડકલો છે. તંત્રના બ્યુટિફિકેશનના વાયદા પણ પોકળ સાબિત થયા છે. ચોમાસામાં ભયાનક પૂર આવવાની સંભાવનાઓ પણ છે. મનપાનો અત્યંત અણધડ અને નબળો વહિવટ સામે આવ્યો છે.