અમદાવાદમાં હવાનું પ્રદૂષણ (Air Pollution) ભયજનક સ્તરે પહોંચતા લોકોના સ્વાસ્થ્ય પર તેની ગંભીર અસર જોવા મળી રહી છે. પ્રદૂષિત હવાના કારણે શ્વાસ લેવામાં તકલીફ (Breathing Issues)ના કેસમાં અચાનક 10થી 15 ટકાનો વધારો નોંધાયો છે. આ સ્થિતિ વચ્ચે, સોલા સિવિલ હોસ્પિટલ (Sola Civil Hospital)ની સ્થિતિ ચિંતાજનક બની છે.
પ્રદૂષણનો 'ઝેરી' ડોઝ
એક સપ્તાહમાં જ હોસ્પિટલમાં 14,033 દર્દીઓની OPD નોંધાઈ હતી, જેમાંથી 1,074 દર્દીઓને દાખલ કરવાની ફરજ પડી હતી. શ્વાસની તકલીફની સાથે સાથે વાયરલ ઇન્ફેક્શનના (Viral Infection) દર્દીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે. તબીબોએ ખાસ કરીને બાળકો અને વડીલોને તકેદારી રાખવા અપીલ કરી છે. ડોક્ટરોએ સલાહ આપી છે કે શરદી કે ખાંસી હોય તો અન્યને ચેપ ન લાગે તે માટે માસ્ક પહેરવો અનિવાર્ય છે.













