અમદાવાદ શહેરમાં ગુનાખોરી ડામવા અને જેલમાંથી પેરોલ કે ફર્લો રજા પર છૂટ્યા બાદ પરત ન આવી કાયદાનો ભંગ કરનારા તત્વો સામે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. શહેર પોલીસ દ્વારા આયોજિત ખાસ ડ્રાઈવ દરમિયાન કુલ 29 જેટલા ફરાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
10 દિવસની સ્પેશિયલ ડ્રાઈવ
અમદાવાદ પોલીસ કમિશનરની સૂચનાથી શહેરના વિવિધ વિસ્તારોમાં પેરોલ-ફર્લો જમ્પ કરનારા આરોપીઓને પકડવા માટે 27 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી સુધી એક ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી. આ 10 દિવસના સમયગાળા દરમિયાન પોલીસની વિવિધ ટીમોએ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી અલગ-અલગ ગુનામાં સંડોવાયેલા અને ફરાર આરોપીઓનું પગેરું મેળવ્યું હતું.










