અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે બાતમી અને સતર્કતાના આધારે મોટી કાર્યવાહી કરી છે. જાપાનથી અમદાવાદ ઉતરેલા એક મુસાફર પાસેથી કસ્ટમ્સ વિભાગે 61 કિંમતી ડિઝાઈનર પેન ઝડપી પાડી છે. આ પેનોની કુલ બજાર કિંમત અંદાજે ₹25 લાખ હોવાનું જાણવા મળ્યું છે.
સ્કેનિંગ દરમિયાન પકડાઈ ચોરી
મળતી માહિતી મુજબ, જાપાનથી ફ્લાઈટમાં આવેલો આ મુસાફર જ્યારે એરપોર્ટ પર કસ્ટમ્સ ક્લિયરન્સ માટે પહોંચ્યો ત્યારે સ્કેનિંગ દરમિયાન તેના સામાનમાં કેટલીક શંકાસ્પદ વસ્તુઓ દેખાઈ હતી. એક્સ-રે સ્કેનિંગમાં શંકાસ્પદ ઈમેજ જણાતા કસ્ટમ્સના અધિકારીઓએ મુસાફરને અટકાવી તેના સામાનની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.










