લોકશાહીના પર્વમાં મતદાનનું મૂલ્ય શું છે, તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આજે સુરતમાંથી સામે આવ્યું છે. સુરતના વોર્ડ નંબર 4 માં બૂથ નંબર 24 ખાતે કિડનીની ગંભીર બીમારીથી પીડાતા એક દર્દીએ હોસ્પિટલમાં દાખલ હોવા છતાં એમ્બ્યુલન્સ મારફતે મતદાન મથકે પહોંચીને પોતાનો મતાધિકાર ઉપયોગ કર્યો હતો.
હોસ્પિટલ પ્રશાસન પાસે કરી મતદાનની જીદ
મળતી માહિતી મુજબ, ઉમેશભાઈ મિશ્રા નામના વ્યક્તિ છેલ્લા ચાર-પાંચ દિવસથી કિડનીની બીમારીને કારણે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આજે મતદાનનો દિવસ હોવાથી તેમની ઈચ્છા હતી કે ભલે તેઓ બીમાર હોય, પણ લોકશાહીના આ મહાપર્વમાં તેમનો ફાળો હોવો જોઈએ. તેમણે હોસ્પિટલ પ્રશાસનને વિનંતી કરી હતી કે તેમને મતદાન કરવા જવા દેવામાં આવે.










