અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં સ્થિત એક રેડીમેઇડ કપડાના વેપારી સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતના એક વેપારીએ વિશ્વાસમાં લઈને મોટા પ્રમાણમાં કપડાનો ઓર્ડર આપ્યા બાદ તેના નાણાં ન ચૂકવીને છેતરપિંડી આચરી છે.


અમદાવાદના કપડાના વેપારી સાથે છેતરપિંડી 

મળતી વિગતો મુજબ, શાહીબાગ વિસ્તારમાં વેપાર કરતા ફરિયાદી વેપારી પાસેથી સુરતના એક શખ્સે મોટી માત્રામાં રેડીમેઇડ કપડાનો ઓર્ડર આપ્યો હતો. વેપારીએ વિશ્વાસ રાખીને કુલ 25.58 લાખ ની કિંમતના કપડાનો જથ્થો સુરત મોકલી આપ્યો હતો. જોકે, માલની ડિલિવરી મળી ગયા બાદ પણ સુરતના વેપારીએ પેમેન્ટ કરવામાં ઠાગાઠૈયા શરૂ કર્યા હતા.

સુરતના વેપારીએ પેમેન્ટ કરવામાં ઠાગાઠૈયા કર્યા 

વારંવારની ઉઘરાણી છતાં નાણાં ન મળતા અને સામે પક્ષેથી સંતોષકારક જવાબ ન મળતા, અમદાવાદના વેપારીએ અંતે છેતરાયા હોવાનો અહેસાસ થતા શાહીબાગ પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી છે. પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડીની કલમો હેઠળ સુરતના વેપારી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Bhavnagar: ઈવા સુરભી મોલ સહિત 4 સ્થળોએ પોલીસના દરોડા, હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટ ઝડપાયું

  • Follow us on: