ભાવનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી સ્પાની આડમાં અનૈતિક પ્રવૃત્તિઓ ચાલતી હોવાની ફરિયાદો ઉઠી રહી હતી. આ મામલે ભાવનગર પોલીસે કડક વલણ અપનાવીને શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા સ્પા સેન્ટરો પર ઓચિંતા દરોડા પાડતા ચકચાર મચી ગઈ છે.
ભાવનગર શહેરમાં કુટણખાનું ઝડપાયું
પોલીસ કાફલાએ શહેરના જાણીતા ઈવા સુરભી મોલમાં આવેલા 2 સ્પા સેન્ટર સહિત કુલ 4 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે અહીં સ્પા સર્વિસના નામે કુટણખાના ચલાવવામાં આવી રહ્યા હતા.










