બનાસકાંઠા જિલ્લાની વાવ-થરાદ SOG પોલીસને માદક પદાર્થોની હેરાફેરી વિરુદ્ધ ચાલી રહેલી ઝુંબેશમાં મોટી સફળતા મળી છે. બે દિવસ પહેલા થરાદ ટાઉનમાંથી પકડાયેલા બે શખ્સોની પૂછપરછના આધારે પોલીસે હવે મુખ્ય ડ્રગ્સ સપ્લાયરને ઝડપી પાડ્યો છે.
થરાદમાં 2 લોકો MD ડ્રગ્સ સાથે ઝડપાયા
થરાદમાં 2 લોકો MD ડ્રગ્સ સાથે ઝડપાયાથરાદમાં બે દિવસ પૂર્વે બે ઇસમો MD ડ્રગ્સ સાથે પકડાયા હતા. આ શખ્સોને ડ્રગ્સ કોણે પૂરું પાડ્યું હતું તેની કડી મેળવવા SOG પોલીસ સતત કાર્યરત હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે રાજસ્થાનનો બાબુ ભાઈ ઉર્ફે ગોવિંદજી આ ડ્રગ્સનો મુખ્ય સપ્લાયર છે.










