ગુજરાતના આર્થિક પાટનગર ગણાતા અમદાવાદ શહેરમાં ભુવા પડવાનો સિલસિલો હવે માત્ર ચોમાસા પૂરતો સીમિત રહ્યો નથી. ભરશિયાળે શહેરના વ્યસ્ત ગણાતા નેશનલ હાઈવે નંબર 8 પર CTM ચાર રસ્તા નજીક એક વિશાળ ભુવો પડતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.
નેશનલ હાઇવે CTM ચાર રસ્તા નજીક ભુવો પડ્યો
ઉલ્લેખનીય છે કે, આ જ નેશનલ હાઈવે પર હાલમાં કરોડો રૂપિયાના ખર્ચે વરસાદી પાણીની લાઈન નાખવાનું કામ ચાલી રહ્યું છે. વિકાસના કામો વચ્ચે અચાનક જમીન બેસી જતાં અને વિશાળ ખાડો પડતા કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતી કામગીરીની ગુણવત્તા (Quality) પર મોટા પ્રશ્નાર્થો લાગ્યા છે. ભુવો એટલો ભયાનક હતો કે રસ્તાની વચ્ચે મૂકવામાં આવેલી આડશો (Barricades) પણ જમીન સાથે નીચે ધસી ગઈ હતી.













