ગોતા-વંદેમાતરમ વિસ્તારમાં આવેલી સાઇન સુપર્બ નામની રહેણાંક સોસાયટીમાં મોડી રાત્રે આગની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. ફ્લેટના ત્રીજા માળે લાગેલી આગ એટલી વિકરાળ હતી કે ત્યાં ફસાયેલા એક યુવકે પોતાનો જીવ બચાવવા માટે બારીમાંથી નીચે છલાંગ લગાવી દીધી હતી.
રહેણાંક સોસાયટીમાં મોડી રાત્રે આગની ઘટના
મળતી માહિતી મુજબ, આગ મોડી રાત્રે ફ્લેટના ઉપરના માળે ફાટી નીકળી હતી. ધુમાડાના ગોટેગોટા અને આગની જ્વાળાઓ જોઈ ફ્લેટના રહીશોમાં નાસભાગ મચી ગઈ હતી. ત્રીજા માળે રહેતો એક યુવક આગની જ્વાળાઓ વચ્ચે ફસાઈ ગયો હતો. ગભરાયેલા યુવકે જીવ બચાવવા માટે કોઈ પણ વિચાર કર્યા વગર ત્રીજા માળેથી નીચે ઝંપલાવ્યું હતું. નીચે પડવાને કારણે યુવકને ગંભીર ઈજાઓ પહોંચી છે અને તેને તાત્કાલિક ધોરણે સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
