અમદાવાદના રમતગમત પ્રેમી યુવાનો માટે એક સારા સમાચાર છે. શહેરના બોપલ વિસ્તારમાં આવેલા વકીલ સાહેબ બ્રિજ નીચે એક આધુનિક અને સુવિધાયુક્ત ઇન્ડોર સ્પોર્ટ્સ સ્ટેડિયમનું નિર્માણ થઈ રહ્યું છે. યુવાનોને રમતગમત માટે પ્રોત્સાહિત કરવા અને રમતોના વિકાસને નવી દિશા આપવાના ઉદ્દેશ્ય સાથે આ ઇન્ડોર સ્પોર્ટ્સ સ્ટેડિયમ બનાવવામાં આવી રહ્યું છે.
બોપલમાં ઇન્ડોર સ્પોર્ટ્સ સ્ટેડિયમ બનશે
આ આધુનિક સ્પોર્ટ્સ સ્ટેડિયમ અંદાજિત ₹20 કરોડથી ₹40 કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યું છે અને તેની કામગીરી હાલમાં પૂરજોશમાં ચાલી રહી છે. આ સ્ટેડિયમમાં પ્લેયરની સુવિધાઓનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. શહેરીજનો અહીં બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ (Table Tennis), અને બેડમિંટન (Badminton) જેવી ઇન્ડોર રમતો રમી શકશે.
