ગુજરાત રાજ્યના ઔદ્યોગિક એકમો દ્વારા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ન ભરવાના ગંભીર કિસ્સાઓ સામે આવ્યા છે. રાજ્યના 12,000થી વધુ ઔદ્યોગિક એકમો પાસેથી કરોડો રૂપિયાની GST વસૂલાત બાકી છે, જેના આંકડા રાજ્ય સરકાર માટે ચિંતાનો વિષય બન્યા છે.
ઔદ્યોગિક એકમો GST ન ભરતા હોવાનું ખુલ્યું
જૂન 2025ની સ્થિતિએ મળેલા આંકડા મુજબ, જે એકમો પાસેથી રૂ. 10 લાખ કરતાં વધુ રકમની GST વસૂલાત બાકી છે, તેમની વિગતો નીચે મુજબ છે.3 વર્ષથી વધુ સમયથી GST બાકી હોય તેવા 1,300 જેટલા એકમો છે. 1 વર્ષથી બાકી 7,629 એકમો છે. 2 વર્ષથી બાકી 309 એકમો છે. કુલ 10 લાખથી વધુ રકમ બાકી 12,000 કરતાં વધુ એકમો છે.










