જામનગર શહેરમાં આજે વહેલી સવારથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમે તવાઈ બોલાવી છે. ED દ્વારા શહેરના કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા અને બિલ્ડર લોબીમાં જાણીતા વ્યક્તિઓને ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જામનગરમાં વહેલી સવારથી EDની કાર્યવાહી
મળતી માહિતી મુજબ, EDની ટીમે શહેરની જયંત સોસાયટીમાં વસવાટ કરતા બિલ્ડર લોબી સાથે સંકળાયેલા વ્યક્તિના રહેણાંક મકાન પર વહેલી સવારથી ધામા નાખ્યા છે અને સઘન તપાસ શરૂ કરી છે. કન્સ્ટ્રક્શન પેઢીઓના વ્યવસાય અને નાણાકીય લેવડ-દેવડ અંગેની આ કાર્યવાહીમાં ED દ્વારા મહત્વના દસ્તાવેજો અને પુરાવાઓ ચકાસવામાં આવી રહ્યા છે.










