સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)ની પરીક્ષામાં ટેક્નોલોજીના દુરુપયોગનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે, જ્યાં વિદ્યાર્થીઓ પાસ થવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટૂલ્સનો ઉપયોગ કરીને ચોરી કરતા ઝડપાયા છે. આ ઘટના યુનિવર્સિટીના કોમ્પ્યુટર સાયન્સ અને IT ફેકલ્ટીના પેપર દરમિયાન બની હતી. એક વિદ્યાર્થિની કોડિંગના પેપરમાં ચોરી કરતા પકડાઈ હતી.
વીર નર્મદ યુનિવર્સિટીની પરીક્ષામાં AIથી ચોરી
પ્રાપ્ત માહિતી અનુસાર, આ વિદ્યાર્થિની અને અન્ય વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન હાઈટેક ગેજેટ્સનો ઉપયોગ કરીને ChatGPT અને Gemini જેવા AI પ્લેટફોર્મ્સની મદદ લઈ રહ્યા હતા. તેઓ આ પ્લેટફોર્મ્સ પરથી લાઇવ જવાબો મેળવીને પોતાની ઉત્તરવહીમાં લખતા હતા.










