ભાવનગરમાં જાહેર રસ્તાઓ પર જોખમી બાઇક સ્ટંટ કરીને સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરનારા યુવકોને ભાવનગર SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ) દ્વારા પકડી પાડવામાં આવ્યા છે.


ભાવનગરમાં જોખમી સ્ટંટ કરવા યુવકો

પ્રાપ્ત માહિતી અનુસાર, આ યુવકો શહેરના ચિત્રા GIDC વિસ્તારમાં જાહેર રસ્તા ઉપર બેફામ રીતે બાઇક પર વિવિધ પ્રકારના જોખમી સ્ટંટ કરતા હતા અને તેના વીડિયો સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર અપલોડ કરીને પોતાનો રોફ જમાવતા હતા. જોકે, સ્ટંટના આ વીડિયો વાયરલ થતાં જ SOGની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને કુલ ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા ચાર શખ્સોમાં બે સગીર અને બે પુખ્ત યુવકોનો સમાવેશ થાય છે.

જાહેર રસ્તા ઉપર બેફામ રીતે બાઇક પર સ્ટંટ 

SOGએ તમામ ચાર શખ્સો સામે મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો નોંધીને તેમને કાયદાનું ભાન કરાવ્યું છે. આ ઉપરાંત, સ્ટંટ કરવા માટે ઉપયોગમાં લેવાયેલી બાઇકો પણ પોલીસે ડિટેઇન (જપ્ત) કરી છે. પોલીસે યુવકોને જાહેર રસ્તાઓ પર સ્ટંટ ન કરવા અને નાગરિકોની સલામતી જાળવવા માટે ચેતવણી આપી છે.


આ પણ વાંચો:  મનપાના સિક્યુરિટી ચીફ ઓફિસર વિવાદમાં, પ્રતિબંધિત E-સિગરેટ પીતા વીડિયો વાયરલ


  • Follow us on: