અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતી વધુ એક લોહીયાળ ઘટના સામે આવી છે. શહેરના ઝુંડાલ વિસ્તારમાં એક યુવકની તીક્ષ્ણ હથિયારના અસંખ્ય ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરવામાં આવી છે. આ ચકચારી હત્યા પાછળ મૃતકની પ્રેમિકા અને તેના સંબંધીઓનો હાથ હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે.

અમદાવાદના ઝુંડાલમાં પ્રેમિકા જ બની જલાદ

મળતી પ્રાથમિક માહિતી મુજબ, મૃતક યુવક અને તેની પ્રેમિકા વચ્ચે લાંબા સમયથી પ્રેમસંબંધ હતો. જોકે, છેલ્લા કેટલાક સમયથી પ્રેમિકા તેને પૈસા પડાવવા માટે સતત બ્લેકમેઇલ કરતી હતી અને અવારનવાર ગંભીર ધમકીઓ પણ આપતી હતી. આ આર્થિક ઉઘરાણી અને બ્લેકમેઇલિંગનો વિરોધ કરતા પ્રેમિકાએ યુવકને રસ્તામાંથી હટાવવાનો ક્રૂર પ્લાન ઘડી કાઢ્યો હતો.

મામા-ભાણિયા સાથે મળીને કર્યું કાવતરું

આરોપ છે કે પ્રેમિકાએ આ ગુનામાં પોતાના મામા અને ભાણિયાને પણ સામેલ કર્યા હતા. ઝુંડાલ વિસ્તારમાં તક જોઈને આ ત્રણેય શખ્સોએ યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે તૂટી પડી લોહીયાળ હુમલો કર્યો હતો. હુમલા એટલા ગંભીર હતા કે યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

આ પણ વાંચો: Banaskantha: રાહ તાલુકામાં સરકારી જમીન પરથી દબાણો દૂર કરવા 4 દિવસીય ઝુંબેશનો પ્રારંભ