શહેરના વાસણા વિસ્તારમાં ફરી એકવાર લોહીયાળ ઘટના સામે આવી છે. મોડી રાત્રે વાસણાના ભરવાડ વાસમાં 25 વર્ષીય હિતેશ નામના યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં સનાટો વ્યાપી ગયો છે.
વાસણામાં યુવકની હત્યા
પ્રાપ્ત માહિતી અનુસાર, ગત મોડી રાત્રે જ્યારે આખો વિસ્તાર નિદ્રાધીન હતો, ત્યારે અજાણ્યા શખ્સોએ 25 વર્ષીય હિતેશભાઈ પર તીક્ષ્ણ છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ હિતેશને શરીરના ભાગે આડેધડ છરીના ઘા ઝીંક્યા હતા, જેના કારણે ગંભીર ઈજાઓ થવાથી તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. હત્યા કર્યા બાદ આરોપીઓ અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યા હતા.
