ગુજરાતમાં સૂર્ય પ્રકોપ બરાબરની લૂ ફેંકી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. ત્યારે મોટા ભાગના ઘરમાં એર કૂલર અને ACનો વપરાશ વધ્યો છે. જેના કારણે AC સર્વિસની ડિમાન્ડમાં પણ વધારો થયો છે. ગરમીને કારણે AC રીપેરિંગ માટે વપરાતી ગેસની બોટલે જોખમી બની છે. અમદાવાદના ન્યૂ મણીનગરમાં ACની સર્વિસ માટે આવેલા વેપારીની બેગમાં રાખેલી AC ગેસની બોટલમાં બ્લાસ્ટ થયો હતો.


ન્યૂ મણિનગરમાં એસી ગેસ બોટલમાં બ્લાસ્ટ

અમદાવાદના ન્યૂ મણીનગરમાં ACની સર્વિસ માટે આવેલા વેપારીની બેગમાં રાખેલી AC ગેસની બોટલમાં બ્લાસ્ટ થયો હતો. ત્રિમૂર્તિ સાનિધ્ય કોમ્પ્લેક્સ પાસે આ બનાવ બન્યો હતો. સમગ્ર બનાવના સીસીટીવી પણ સામે આવ્યા છે. આ ઘટનામાં એક બાળકનો પણ આબાદ બચાવ થયો હતો. એસી સર્વિસ કરવા આવનાર યુવકની બેગમાં બ્લાસ્ટ થયો હતો. અચાનક થયેલા ધડાકાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ગયા વર્ષે આવી જ દુર્ઘટનામાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો.

આ પણ વાંચોઃ Ahmedabad News: ભાજપના બે નેતાનો આબાદ બચાવ, ચાલુ કાર પર તોતિંગ લીમડાનું ઝાડ પડ્યું


  • Follow us on: