અમદાવાદ શહેરના શેલા વિસ્તારમાં એક કન્સ્ટ્રક્શન સાઈટ પર મોડી રાત્રે હચમચાવી દે તેવી દુર્ઘટના સામે આવી છે. સાઈટ પર કામ કરતા એક યુવકના ગુપ્ત ભાગમાં પ્લાસ્ટિકની પાઈપ ઘૂસી જતાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. હાલ યુવકની હાલત નાજુક હોવાથી તેને વધુ સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

સોચ ક્રિયા દરમિયાન સર્જાઈ દુર્ઘટના

મળતી માહિતી મુજબ, શેલા ગામ વિસ્તારમાં આવેલી એક કન્સ્ટ્રક્શન સાઈટ પર કલર કામ ચાલતું હતું. અહીં 25 વર્ષીય મોહનભાઈ નિશાદ નામનો યુવક કલર કામ કરી રહ્યો હતો. મોડી રાત્રે કામ દરમિયાન તેઓ સોચ ક્રિયા માટે ગયા હતા. તે સમયે અચાનક અકસ્માતે પ્લાસ્ટિકની પાઈપનો ભાગ તેમના ગુદા માર્ગે અંદર ઘૂસી ગયો હતો. આ અજીબોગરીબ અકસ્માતમાં યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો અને સાઈટ પર હાજર અન્ય લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો

ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. ઈજાગ્રસ્ત મોહનભાઈને સૌપ્રથમ સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે, પાઈપ અંદરના ભાગે વધુ ઊંડે સુધી ઘૂસી ગઈ હોવાથી અને ઈજા ગંભીર જણાતા ડોક્ટરોએ તેમને વધુ જટિલ સારવાર માટે અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં રેફર કર્યા હતા. હાલ ત્યાં નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા તેમની સારવાર કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Surat: મારે હવે જીવવું નથી... પતિને ફોન કરી માતાએ બે દીકરીઓ સાથે ગટગટાવ્યું ઝેર