અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા હેબતપુર રોડ પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પુરપાટ ઝડપે આવી રહેલી એક કારના ચાલકે બાઈક સવારને જોરદાર ટક્કર મારતા બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે આસપાસના રહીશો અને વાહનચાલકોના ટોળા ઉમટી પડ્યા હતા.
હેબતપુર રોડ કાર-બાઈક વચ્ચે અકસ્માત
મળતી માહિતી મુજબ, હેબતપુર રોડ પર કાર અને બાઈક વચ્ચે ટક્કર એટલી ભીષણ હતી કે બાઈક ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો અને ટૂંકી સારવાર મળે તે પહેલા જ તેણે દમ તોડ્યો હતો. અકસ્માત બાદ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.
