શહેરના નારણપુરા ક્રોસિંગ પાસે આજે એક મોટી અકસ્માતની ઘટના ઘટી છે. પૂરપાટ ઝડપે આવતી AMTS બસની અચાનક બ્રેક ફેલ થઈ જતા બસ બેકાબૂ બની હતી અને રસ્તા પર પસાર થઈ રહેલા અનેક વાહનોને અડફેટે લીધા હતા.
કાર ડિવાઈડર પર ચડી ગઈ
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, AMTS બસે સામે આવી રહેલી એક કાર અને ત્રણ બાઇકને જોરદાર ટક્કર મારી હતી. બસની ટક્કર એટલી પ્રચંડ હતી કે કાર ફંગોળાઈને સીધી રોડના ડિવાઈડર પર ચડી ગઈ હતી. અકસ્માતને પગલે રોડ પર વાહનોના કુરચેકુરચા ઉડી ગયા હતા અને લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.
