અમદાવાદ શહેરમાં માર્ગ અકસ્માતની બે ગંભીર ઘટનાઓમાં બે વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. પ્રથમ ઘટના કઠવાડા વિસ્તારમાં બની હતી, જ્યાં એક બેફામ ગતિએ આવતા ડમ્પરચાલકે બાઈકચાલકને અડફેટે લીધો હતો. આ ભયાનક અકસ્માતમાં બાઈક સવાર યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. મૃતક યુવક નરોડા વિસ્તારનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત બાદ સ્થાનિકોના ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ડમ્પરચાલકની ધરપકડ કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે.


છારોડી પાસે અજાણ્યા વાહનનો કહે

બીજી તરફ, અમદાવાદના છારોડી પાસે હિટ એન્ડ રનની વધુ એક ઘટના સામે આવી છે. અહીં એક અજાણ્યા વાહન ચાલકે રાહદારી અથવા વાહન ચાલકને જોરદાર ટક્કર મારી હતી, જેમાં એક વ્યક્તિનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને આસપાસના સાક્ષીઓના આધારે ફરાર વાહન ચાલકની શોધખોળ શરૂ કરી છે.

આ પણ વાંચો : Ahmedabad News : IMA ના નેશનલ પ્રેસિડેન્ટ અનિલ નાયકનું મોટું નિવેદન, ‘દર્દીઓને સસ્તી અને ગુણવત્તાયુક્ત સારવાર અપાશે

  • Follow us on: