અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ચૂંટાયેલા પ્રતિનિધિઓની ટર્મ આગામી 9 માર્ચે પૂર્ણ થવાની છે. હજુ સુધી મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર ન થતાં AMCમાં વહીવટદાર શાસન લાગુ થવાની સ્થિતિ ઊભી થઈ છે.

રાજ્ય સરકાર દ્વારા વહીવટદારની નિમણૂકની સંભાવના

ચૂંટણી પ્રક્રિયા શરૂ ન થવાના કારણે રાજ્ય સરકાર દ્વારા વહીવટદારની નિમણૂક કરવામાં આવશે. વહીવટદાર શાસન દરમિયાન AMCની સ્ટેન્ડિંગ કમિટીની તમામ સત્તાઓ મ્યુનિસિપલ કમિશનર પાસે રહેશે, જેથી નગરપાલિકાના દૈનિક વહીવટ અને વિકાસકાર્યો ચાલુ રહી શકે.

 3થી 4 મહિના જેટલો સમય મહિલા વહીવટદારની નિમણૂક થઇ શકે

રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે આ વખતે AMCમાં 3થી 4 મહિના જેટલો સમય મહિલા વહીવટદારની નિમણૂક થવાની સંભાવના છે. અગાઉ પણ AMCમાં કુલ 7 વખત વહીવટદાર શાસન અમલમાં રહ્યું છે..



આ પણ વાંચો----    Vadodara : 27 લાખના ગાંજાના કેસના મુખ્ય સપ્લાયરને SOG પોલીસે છત્તીસગઢના નક્સલી જંગલમાંથી ઝડપી લીધો