અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. અગાઉ શાળાઓને નિશાન બનાવ્યા બાદ હવે એરપોર્ટ જેવા સંવેદનશીલ સ્થળને ઈ-મેઈલ દ્વારા ધમકી મળતા તંત્ર હરકતમાં આવ્યું છે.


સઘન સર્ચ ઓપરેશન અને તપાસ

ધમકીભર્યો મેઈલ મળતા જ એરપોર્ટની સુરક્ષામાં તૈનાત વિવિધ એજન્સીઓએ તુરંત મોરચો સંભાળી લીધો હતો. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી સમગ્ર એરપોર્ટ પરિસરમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જોકે, કલાકોની તપાસ બાદ કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી, જેના પગલે તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

પોલીસ ફરિયાદ અને આગળની કાર્યવાહી

આ ઘટનાને ગંભીરતાથી લઈને એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં અજ્ઞાત શખ્સ વિરુદ્ધ વિધિવત પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. સાયબર ક્રાઈમની ટીમ હવે એ તપાસ કરી રહી છે કે આ ઈ-મેઈલ ક્યાંથી અને કોના દ્વારા મોકલવામાં આવ્યો હતો. આ કોઈ મજાક (Hoax call) હતી કે કોઈ મોટું કાવતરું, તે દિશામાં પણ તપાસ તેજ કરવામાં આવી છે.

આ પણ વાંચો:Ahmedabad: બહેનને હેરાન કરનારને ડરાવવા ભાઈ UPથી હથિયાર લાવ્યો, સોશિયલ મીડિયામાં ફોટો મૂકવો સગીરને ભારે પડ્યો

  • Follow us on: