ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા જ પક્ષ પલટાની મોસમ ખીલી છે, પરંતુ અમદાવાદમાં વર્ષ 2025માં ભાજપના જ અસારવા વોર્ડ મંત્રીની ઘાતકી હત્યા કરનાર 2 આરોપીઓ આજે વિધિવત રીતે ભાજપમાં જોડાઈ જતા અનેક સવાલો ઉભા થયા છે. આ ઘટના સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બની છે.
શું હતી સમગ્ર ઘટના?
વર્ષ 2025માં અમદાવાદના અસારવા વિસ્તારમાં ભાજપના વોર્ડ મંત્રીની હત્યા કરવામાં આવી હતી. આ સનસનાટીભરી હત્યાના કેસમાં કુલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ પૈકીના આરોપીઓ એવા હર્ષદ સોલંકી અને હિંમત સોલંકી હાલમાં જામીન પર મુક્ત થયા છે.
બંને આરોપીઓએ કેસરીયો ધારણ કર્યો
જેલમાં જઈ આવ્યા બાદ અને જામીન મળતાની સાથે જ આ બંને આરોપીઓએ કેસરીયો ધારણ કરી લેતા ભાજપની 'શિસ્ત' સામે આંગળીઓ ચિંધાઈ રહી છે.કોંગ્રેસના વિવાદિત અને હત્યાના આરોપી BJPમાં જોડાતા ખળભળાટ મચી ગયો હતો
શહેરમાં ચર્ચાનો વિષય
આ સમગ્ર ઘટના શહેરમાં ચર્ચાનો વિષય બની છે કે ભાજપે પોતાના જ વોર્ડ મંત્રીની હત્યાના બનાવમાં સંડોવાયેલા 2 આરોપીને ભાજપમાં કેમ પ્રવેશ કરાવ્યો. કાર્યકરોમાં પણ આજે આખો દિવસ આ ઘટનાની ચર્ચા જોવા મળી હતી
આ પણ વાંચો--- Bhavnagar : અશાંતધારામાં ભ્રષ્ટાચાર મામલે 15 દિવસે ફરિયાદ, મદદનીશ કલેક્ટરે જ પોતાના ડ્રાઈવર સામે ફરિયાદ નોંધાવી