અમદાવાદના રાણીપ વિસ્તારમાં એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. 42 વર્ષીય યુવકે ઘરમાં જ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. આપઘાત પહેલા લખાયેલી સુસાઇડ નોટમાં પત્ની પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. જેને આધારે રાણીપ પોલીસે આત્મહત્યા દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.


પત્નીના અનેક પુરુષો સાથે આડા સંબંધ

મળતી માહિતી મુજબ, ગોતા વિસ્તારમાં રહેતા દેવશીભાઈ દેસાઈએ પોતાના ભાઈ દશરથ દેસાઈના મોત અંગે ફરિયાદ નોંધાવી છે. દશરથના લગ્ન અંદાજે 15 વર્ષ પહેલા ભગવતી સાથે થયા હતા અને તેમને એક દીકરો અને એક દીકરી પણ છે. પરિવાર રાણીપના સુંદરવન સોસાયટીમાં રહેતો હતો. ફરિયાદ મુજબ, દશરથએ પોતાની પત્નીના અનેક પુરુષો સાથે આડા સંબંધ હોવાની જાણ થતાં તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પત્નીના ફોનની કોલ ડીટેલ્સ કાઢતા ઘણા લોકો સાથે સંપર્ક હોવાનું સામે આવ્યું હોવાનું પણ આક્ષેપ છે. આ મુદ્દે બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા પત્ની પોતાના પિયરમાં જતી રહી હતી.

દશરથ માનસિક તણાવમાં આવી ગયો

ત્યાર પછી પરિવાર અને સમાજના આગેવાનો દ્વારા સમાધાન કરાવાયું હતું અને બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખી ફરી સાથે રહેવાનું શરૂ કર્યું હતું. પરંતુ 21 માર્ચે પત્નીના ભાઈઓ ઘરે આવી દશરથ પર ખોટા આરોપ લગાવી તેને ધમકાવ્યા અને પોતાની બહેનને ફરી સાથે લઈ ગયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.આ સમગ્ર ઘટનાના બાદ દશરથ માનસિક તણાવમાં આવી ગયો હતો. 22 માર્ચે સવારે ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી. પોલીસે સ્થળ પરથી સુસાઇડ નોટ મળી આવી છે જેમાં પત્ની સામે ગંભીર આક્ષેપો સાથે બાળકો પ્રત્યે લાગણીસભર શબ્દો લખાયેલા છે સાથે જ આર્થિક નુકસાન અને ઘરેલુ તણાવનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાલ રાણીપ પોલીસે આત્મહત્યા દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મૃતક અને તેની પત્ની વચ્ચે આડા સંબંધોને લઈ કંકાસ

 રાણીપ વિસ્તારમાં થયેલી આત્મહત્યાના મામલે મૃતકના ભાઈ દેવસીભાઈ દેસાઈએ ગંભીર આક્ષેપો કર્યા છે કે છેલ્લા ઘણા સમયથી મૃતક અને તેની પત્ની વચ્ચે આડા સંબંધોને લઈ કંકાસ ચાલતો હતો. ઘટના પહેલા એક મહિના પહેલા પત્નીને તેના ભાઈઓ લઈ ગયા હતા અને વિનંતી છતાં પાછી મોકલવામાં આવી નહોતી. મૃતકના 25 લાખ રૂપિયા તેમજ ઘર અને સંબંધીઓના દાગીના પણ પત્ની લઈ ગઈ હોવાનો પરિવારનો આક્ષેપ છે. અઠવાડિયા પહેલા સમાજના આગેવાનોની હાજરીમાં સમાધાન થયા બાદ મૃતક પત્નીને ઘરે લાવ્યો હતો પરંતુ ફરી તેના ભાઈઓ આવીને લઈ ગયા હતા. આ ઘટનાથી મૃતકને આઘાત લાગ્યો હતો અને તેને ધમકીઓ પણ આપવામાં આવી હોવાનો પરિવારનો દાવો છે. સવારે થોડા સમય માટે સંતાનો સાથે સૂઈ ગયા બાદ મૃતક ઘરેથી નીકળી ગયો હતો અને બાદમાં ઘરે અંદરથી બંધ હાલતમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. સ્થળ પરથી સ્યુસાઇડ નોટ મળી આવી છે અને આત્મહત્યા પહેલા બનાવેલો વીડિયો FSLમાં મોકલાયો છે, પરિવાર દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી છે.


આ પણ વાંચો----     Gandhinagar : ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું, ભાજપે દિગ્ગજોને સોંપી જવાબદારી, પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની જાહેરાત

  • Follow us on: