અમદાવાદના ઐતિહાસિક કોટ વિસ્તારમાં આવેલા ઘી કાંટા વિસ્તારની નવતાડની પોળમાં આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. વર્ષો જૂનું અને જર્જરિત હાલતમાં રહેલું એક મકાન અચાનક ધરાશાયી થઈ જતાં આસપાસના રહીશોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. પત્તાના મહેલની જેમ મકાન નીચે આવતાની સાથે જ આખો વિસ્તાર ધૂળની ડમરીઓ અને ચીસાચીસથી ગુંજી ઉઠ્યો હતો. આ ઘટનામાં એક મહિલાનું મોત નીપજ્યું છે.
3 થી 4 લોકો દબાયા હોવાની આશંકા
મળતી માહિતી પ્રમાણે, તાત્કાલિક ધોરણે મદદ શરૂ કરી હતી અને ફાયર વિજ્યારે આ મકાન ધરાશાયી થયું ત્યારે અંદર કેટલાક લોકો હાજર હતા. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે 3 થી 4 વ્યક્તિઓ કાટમાળ નીચે દબાયેલા છે. સ્થાનિક લોકોએ ભાગને જાણ કરી હતી. કાટમાળ નીચે દબાયેલા લોકોની સ્થિતિ અંગે અત્યારે કંઈ પણ કહેવું મુશ્કેલ છે, પરંતુ તેમને જીવતા બહાર કાઢવા માટે સમય સામે હોડ જામી છે.
