અમદાવાદ શહેરમાં સાયબર ક્રાઈમના વધતા કિસ્સાઓ વચ્ચે મણિનગર વિસ્તારમાંથી એક રાહત આપનારા સમાચાર સામે આવ્યા છે. અહીં એક જાગૃત પાડોશી મહિલાની સમયસૂચકતાને કારણે એક વયોવૃદ્ધ નાગરિક ઠગાઈનો ભોગ બનતા રહી ગયા છે. સાયબર માફિયાઓએ વૃદ્ધને સતત 48 કલાક સુધી 'ડિજિટલ એરેસ્ટ' રાખીને તેમની જીવનભરની મૂડી સેરવી લેવાનો પ્લાન ઘડ્યો હતો, જે પાડોશીની સતર્કતાથી નિષ્ફળ ગયો છે.
શું હતી સમગ્ર ઘટના?
મણિનગર વિસ્તારમાં રહેતા એક સિનિયર સિટીઝનને સાયબર ગઠિયાઓએ ફોન કરીને ડરાવ્યા હતા કે તેમનું નામ કોઈ ગેરકાયદેસર કેસમાં આવ્યું છે. ઠગોએ તેમને ધરપકડનો ડર બતાવી સતત 48 કલાક સુધી વીડિયો કોલ પર 'ડિજિટલ એરેસ્ટ' રાખ્યા હતા. આ દરમિયાન વૃદ્ધને એટલી હદે ડરાવી દેવામાં આવ્યા હતા કે તેઓ પોતાની ફિક્સ ડિપોઝિટ (FD) તોડાવીને 23 લાખ રૂપિયા ઠગોના ખાતામાં ટ્રાન્સફર કરવા માટે તૈયાર થઈ ગયા હતા.













