અમદાવાદ શહેરના ભાડજ ચાર રસ્તા પર ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ પર કાર ચઢાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. નંબર પ્લેટ વગરની ક્રેટા કારને રોકતા જ કાર ચાલકે પુરપાટ ઝડપે ગાડી હંકાવી હતી. અને કોન્સ્ટેબલને બોનેટ પર જ રાખીને એકથી દોઢ કીલોમીટર ગાડી ચલાવી હતી. ત્યારબાદ ગાડી ધીમે પડતા કોન્સ્ટેબલ નીચે પટકાયો હતો. જો કે સદ્દનસીબે તેને કોઇ ગંભીર ઇજા થવા પામી નથી. જે મામલે સોલા પોલીસએ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી એક આરોપીની ધરપકડ કરી છે.


 કોન્સ્ટેબલને બોનેટ પર જ રાખીને એકથી દોઢ કીલોમીટર ગાડી ચલાવી

અમદાવાદના એ ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા ભાડજ સર્કલ ખાતે વાહન ચેકીંગ કરી રહ્યા હતા. એ દરમિયાન ભાડજ ચાર રસ્તા પર ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્ર ભાઈ રાયસીંગભાઇ પર કાર ચઢાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.નંબર પ્લેટ વગરની ક્રેટા કારને રોકતા જ કાર ચાલકે પુરપાટ ઝડપે કાર હંકારી હતી. અને કોન્સ્ટેબલને બોનેટ પર જ રાખીને એકથી દોઢ કીલોમીટર ગાડી ચલાવી હતી. ત્યારબાદ ગાડી ધીમે પડતા કોન્સ્ટેબલ નીચે પટકાયો હતો.

 કાર ચાલક સહિત 3 સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ

 જો કે સદ્દનસીબે પોલીસ કર્મીને કોઇ ગંભીર ઇજા થવા પામી ન હતી. જે મામલે સોલા પોલીસે કાર ચાલક સહિત 3 સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી તલાસ હાથ ધરી હતી.જે ગુનામાં પોલીસે પ્રભુજી ઠાકોરની ધરપકડ કરી છે..

પોલીસે કાર કોર્ડન કરી દીધી હતી

જો સમગ્ર બનાવ ની વાત કરવા માં આવે તો એ ડીવીઝન ટ્રાફિક પોલીસ ભાડજ ચાર રસ્તા બ્રીજ નીચે વાહન ચેકિંગ કરતા હતા. આ દરમિયાન સાંજના સાડા છ વાગ્યાની આસપાસ સાયન્સ સીટી રોડ તરફથી નંબર પ્લેટ વગરની સફેલ કલરની ક્રેટા કાર આવી હતી. જેથી પોલીસએ કાર ચાલકને ઇશારો કરીને કાર સાઇડમાં ઉભી રાખવાનો પ્રયાસ કરતા કાર ચાલકએ કાર ધીમી પાડી હતી. ફરજ પર હાજર સ્ટાફ કાર રોડની સાઇડમાં કરવાનું કહેતા કાર ચાલક ધીમે ધીમે કાર આગળ ચલાવતો હતો. જેથી પોલીસે કાર કોર્ડન કરી દીધી હતી.

પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ પર કાર ચઢાવી દેવાનો પ્રયાસ

કાર ચાલકને કાર રોકવા માટે જણાવતા છતાં પણ તેણે કાર ઉભી રાખી ન હતી. અને કારમાં બેસેલ ડ્રાઇવર સિવાયના બે ઇસમોને ડ્રાઇવરને કાર ભગાડવા માટેનો ઇશારો કરતા કાર ચાલકે કાર પુરપાટ ઝડપે ચલાવીને ફરજ પર હાજર પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ પર કાર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. જેથી પોલીસ કોન્સ્ટેબલ બોનેટ પર પડી ગયો હતો. છતાં પણ કાર ચાલકે કાર રોકીના હતી. અને એસ પી રીંગ રોડ પર શીલજ તરફ પુરપાટ ઝડપી કાર લઇ ફરાર થઇ ગયો હતો.

પોલીસે તેનો પીછો કર્યો

જેથી પોલીસે તેનો પીછો કર્યો હતો. લગભગ દોઢેક કીલોમીટર સુધી આગળ જતા હેબતપુર બ્રીજ પહેલા ટ્રાફીક જામ થતાં કાર ધીમી પડી હતી. જેથી પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ નીચે પટકાયો હતો. જેમાં તેને ઇજા પહોચી હતી. જ્યારે કારની પાછળની સીટમાં બેસેલ ઇસમ કારમાંથી નીચે ઉતરીને ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસે તેને ઝડપી લીધો હતો.

ઇન્દ્રેશખાન સામે બે ગુના નોંધાયેલા છે

ઝડપાયેલ આરોપી પ્રભુજી ઠાકોર ઉર્ફે ભોલો જેની પૂછપરછ કરતાં પોતે મુળ થરા બનાસકાંઠાનો વતની હોવાનું અને તેનું નામ પ્રભુજી ઠાકોર હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે કાર ચાલક ઇન્દ્રેશખાન પઠાણ જે પાટણ હારીજનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. આમ પોલીસે ત્રણ આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને સમગ્ર મામલે વધુ કાર્યવાહી શરૂ કરી છે. મુખ્ય આરોપી ઇન્દ્રેશખાન પઠાણ કાર સીઝીંગ નું કામ કરે છે..જેના પર ભૂતકાળ માં બે ગુના નોંધાય ચૂક્યા છે અને પ્રભુજી ઠાકોર ઉર્ફે ભોલો સામે દારૂ નો એક કેસ નોંધાઈ ચૂક્યો છે...


આ પણ વાંચો---- Dhoraji માં ભૂકંપના આંચકાઓ વચ્ચે નગરપાલિકા દ્વારા જાગૃતિ અભિયાન, નગરપાલિકા દ્વારા વિશેષ પગલાં લેવામાં આવ્યા


  • Follow us on: