અમદાવાદના શેલામાં સ્કાય લાઈન ફ્લેટના સી બ્લોકમાં આગ લાગી છે અને ફાયરની 14 કરતા વધુ ગાડીઓ સ્થળ પર છે, હાલમાં પોલીસ અને ફાયર વિભાગ સ્થળ પર છે અને ફલેટમાં રહેલા લોકોને બહાર નીકાળવામાં આવી રહ્યાં છે, આ ઘટનામાં હજી સુધી કોઈ જાનહાનીના સમાચાર આવ્યા નથી.
ફાયર વિભાગે સ્થાનિકોને નીચે ઉતાર્યા
અમદાવાદના શેલા વિસ્તારમાં આગની ઘટના બની છે, અને કલબ ઓ સેવન રોડ પર આવેલ સ્કાયસિટી રિવેરા બિલ્ડીંગમાં આગ લાગી હતી, બિલ્ડીંગના ત્રીજા માળ પર આગ લાગી હોવાની વાત સામે આવી છે, અને આગનો ધુમાડો 15 માળ સુધી ફેલાયો હતો, ફાયર વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે, અને આગ લાગતાની સાથે જ ફ્લેટના સી બ્લોકના રહીશોમાં દોડધામ મચી ગઈ હતી અને તાત્કાલિક ધોરણે લોકો નીચે ઉતરી ગયા હતા અને આગ લાગવાનું કારણ અકબંધ છે.
ત્રીજા અને ચોથા માળે મકાનમાં લાગી હતી આગ









