અમદાવાદમાં પોલીસ કમિશનર જી.એસ.મલિકે આજે ક્રાઇમ કોન્ફરન્સ યોજી હતી. ત્યારબાદ પત્રકારોને સંબોધતા પોલીસ કમિશનરે કહ્યું હતું કે અમદાવાદમાં ક્રાઈમ હવે કાબુ હેઠળ છે અને 2025માં ઘણાં ક્ષેત્રોમાં ગુનાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
ગુનાઓમાં નોંધપાત્ર ઘટાડો
તેમણે કહ્યું હતું કે શરીર સંબંધી ગુનાઓમાં 2025માં ઘટાડો નોંધાયો છે, તેમજ મિલકત સંબંધી ગુનાઓમાં 32 ટકાનો ઘટાડો થયો છે. હત્યાના ગુનામાં 100 ટકા ડિટેક્શન થયું છે. 2023ની સરખામણીમાં ગુનાઓની ડિટેક્શન અને તપાસનો દર વધ્યો છે, જે પોલીસની કામગીરીને વધુ અસરકારક બનાવે છે.
પોલીસની કામગીરી અને વધુ પગલાં
કમિશનર જી.એસ.મલિકએ કહ્યું કે, સાયબર ક્રાઈમ અને ટ્રાફિક સમસ્યાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા ટ્રાફિક પર કાબુ મેળવવા માટે મહેનત કરી રહી છે.
લોકોને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા અપીલ કરી
તેમણે કહ્યું કે વાહનોની સંખ્યામાં વધારો થવાને કારણે પ્રશ્નો ઉભા થયા છે. કમિશનર મલિકે લોકોને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા અપીલ કરી છે, જેથી ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો આવે.
હિલ્લોક કટ અંગે નિવેદન
આ સાથે, હિલ્લોક કટને બંધ કરવાના બાબતે કમિશનરે જણાવ્યું કે આ કટ બંધ કરવાથી ટ્રાફિક સમસ્યાનું નિવારણ આવ્યું છે. નિર્ણય યોગ્ય હોવાનું સાબિત થયું.
3 વર્ષમાં ગુનાઓમાં 21.85%નો ઘટાડો થયો
તેમણે એમ પણ કહ્યું કે 3 વર્ષમાં ગુનાઓમાં 21.85%નો ઘટાડો થયો છે. અને હત્યા અને મારામારી જેવા ગુનાઓમાં 21.32%નો ઘટાડો થયો છે તો ચોરી અને લૂંટ જેવા ગુનાઓમાં 32.28%નો ઘટાડો થયો છે જ્યારે મહિલા સંબંધી ગુનાઓમાં 27.96%નો ઘટાડો થયો છે. તેમણે કહ્યું કે એટ્રોસીટીના ગુનાઓમાં 40%નો ઘટાડો થયો છે. જો કે છેતરીપીંડી જેવા ગુનાઓમાં 47.36%નો વધારો નોંધાયો છે.
આ પણ વાંચો---- Gujarat Latest News Live : દાહોદમાં ભ્રષ્ટાચાર મુદ્દે સરપંચ રાધીકા નિનામા સસ્પેન્ડ, શાળાની કમ્પાઉન્ડ વોલના કામમાં લાખોની ઉચાપત