અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં દૂધ ચોરીના ચોરનો આતંક ફરી એકવાર ચર્ચામાં છે. સ્થાનિકો અને વેપારીઓ માલસામાનની સુરક્ષા માટે ચિંતિત છે. વહેલી સવારે યુનાઈટેડ સ્કૂલ પાસે આવેલા અમૂલ પાર્લરમાંથી 100 લિટર દૂધની થેલીઓ ઉઠાવી લેવાઈ છે, જેમાં સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. સ્થાનિકોએ દૂધ ચોરી અટકાવવા અને ચોરને ઝડપવા માટે તાત્કાલિક પગલાં લેવા માગ કરી રહ્યા છે.
અગાઉ 35 નંગ દૂધના કેરેટની ચોરી થઈ હતી
20 ફેબ્રુઆરીના રોજ નરોડા પોલીસ દ્વારા એ જ પ્રકારની ચોરીમાં સંડોવાયેલા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ મોહમ્મદ શેખ અને મનીષ ઠક્કર હતા. પોલીસે તેમની ધરપકડ પછી તપાસમાં નરોડા, નિકોલ અને અમરાઈવાડી વિસ્તારમાં નોંધાયેલા ગુનાઓનો રેકોર્ડ એકઠો કર્યો. તપાસમાં જાણવા મળ્યું કે ચોરોએ 31,000 રૂપિયાની રોકડ રકમ અને 35 નંગ દૂધના કેરેટ કબજે કર્યા હતા.













