અમદાવાદની શાન ગણાતા સાબરમતી રિવરફ્રન્ટ પર આજે સવારે એક અનોખો નજારો જોવા મળ્યો હતો. ભાજપના રાષ્ટ્રીય નેતા અને બિહારના મંત્રી નીતિન નબીને રિવરફ્રન્ટ પર મોર્નિંગ વોક માટે આવેલા શહેરના યુવાનો સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત માત્ર ઔપચારિક ન રહેતા 'ચાય પે ચર્ચા' અને ગુજરાતીઓના ફેવરિટ 'વણેલા ગાંઠિયા' સાથેના સંવાદમાં ફેરવાઈ ગઈ હતી.

નીતિન નબીને યુવાનો સાથે મુલાકાત કરી 

ચર્ચા દરમિયાન નીતિન નબીને યુવાનોને AI ના પ્રચલિત અર્થની સાથે એક નવો પ્રેરણાદાયી કન્સેપ્ટ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ભારતના સંદર્ભમાં AI એટલે 'આત્મનિર્ભર ઇન્ડિયા' તેમણે યુવાનોને દેશને આત્મનિર્ભર બનાવવાના વિઝનમાં જોડાવવા આહવાન કર્યું હતું.

કેન્દ્રીય બજેટ અને એજ્યુકેશન પર મંથન

આ સંવાદમાં કેન્દ્રીય બજેટને લઈને યુવાનોના મંતવ્યો જાણવામાં આવ્યા હતા. નીતિન નબીને ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે ફેરફાર લાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે યુવાનો પાસેથી જાણવા માંગ્યું હતું કે એજ્યુકેશનને કેવી રીતે વધુ 'સ્કીલ બેઝ' (કૌશલ્ય આધારિત) બનાવી શકાય, જેથી યુવાનો માત્ર ડિગ્રીધારી નહીં પણ રોજગારક્ષમ બને.

સોશિયલ મીડિયા અને યુથ પાર્લામેન્ટ

યુવાનોમાં રાજકીય અને સામાજિક જાગૃતિ લાવવા માટે તેમણે 'યુથ પાર્લામેન્ટ' ને પ્રમોટ કરવાની વાત કરી હતી. આ ઉપરાંત, તેમણે આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાના દૂષણોથી બચીને તેનો સકારાત્મક અને રચનાત્મક ઉપયોગ કેવી રીતે કરી શકાય, તે બાબતે પણ યુવાનોને અમૂલ્ય સલાહ આપી હતી.રિવરફ્રન્ટ પર વહેલી સવારે થયેલી આ ચર્ચામાં યુવાનોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને રાષ્ટ્રીય નેતા સમક્ષ પોતાના મૌલિક વિચારો રજૂ કર્યા હતા.

આ પણ વાંચો: Ahmedabad: હરિયાણાનો વોન્ટેડ ગુનેગાર સરખેજમાંથી ઝડપાયો, ઇમિગ્રેશન એક્ટ હેઠળ નોંધાયો હતો ગુનો