અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ધમકીભર્યા મેઈલ કેસમાં પશ્ચિમ બંગાળથી પ્રથમ ધરપકડ કરાઇ હોવાનું બહાર આવ્યું છે.
આરોપીને પશ્ચિમ બંગાળથી દબોચી લેવામાં આવ્યો
અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી ચર્ચાસ્પદ બનેલા ધમકીભર્યા ઈમેઈલ કેસમાં પોલીસને સફળતા મળી છે. ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીને પશ્ચિમ બંગાળથી દબોચી લેવામાં આવ્યો છે.
બિશ્વાસ નામના આરોપીની ધરપકડ
પોલીસે પશ્ચિમ બંગાળથી બિશ્વાસ નામના આરોપીની ધરપકડ કરી છે. ઉલ્લેખનિય છે કે છેલ્લા કેટલાક સમયથી અમદાવાદમાં બોમ્બની ધમકીઓ મલી રહી હતી જેથી ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીને ઝડપી પાડ્યો છે.
પોલીસે 5 માર્ચ સુધીના રિમાન્ડ મેળવ્યા
પોલીસે આરોપીની ઉંડી તપાસ કરવા માટે આજે કોર્ટમાં રજૂ કર્યો હતો. અદાલતે આરોપી બિશ્વાસના 5 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
તેણે ભારતની નાગરિકતાના નકલી દસ્તાવેજ બનાવ્યા
બોમ્બ ધમકી આરોપી મુદ્દે મોટો ખુલાસો થયો છે કે આરોપી સૌરવ બિશ્વાસ મૂળ બાંગ્લાદેશી છે અને ભારતમાં નકલી દસ્તાવેજો બનાવી રહેતો હતો. તેણે ભારતની નાગરિકતાના નકલી દસ્તાવેજ બનાવ્યા હતા. તે શાળાઓમાં ધમકીભર્યા મેઇલ મોકલતો હતો. આરોપીને અમદાવાદ પોલીસે બંગાળથી ઝડપ્યો હતો અને કોર્ટમાં રજૂ કરી આરોપી સૌરવ બિશ્વાસ 5 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
આ પણ વાંચો---- Surat : નામચીન ચિરાગ ગોટી સામે વધુ એક ફરિયાદ, વેપારીની જમીન ખાલી કરાવવા આપી ધમકી