સુરતમાં માથાભારે ગણાતા ચિરાગ ગોટી ફરી ચર્ચામાં આવ્યો છે. ચિરાગ ગોટી અને તેના સાગરિતો સામે વધુ એક ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી.
વેપારીના માલિકીની જમીન ખાલી કરાવા ધમકી આપી
સુરતમાં નામચીન ચિરાગ ગોટી સામે અનેક ફરિયાદો નોંધાઈ રહી છે. તાજેતરમાં એક વેપારીના માલિકીની જમીન ખાલી કરાવવાના મુદ્દે ચિરાગ ગોટી પર ધાક-ધમકી આપવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ચિરાગ ગોટી સહિત ત્રણ સામે ફરિયાદ
શહેરના અશ્વિનીકુમાર પોલીસમાં એક વેપારી દ્વારા આ મામલે વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે. ચિરાગ ગોટી અને તેના બે સાથીદારો સામે આ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદી દ્વારા જણાવાયું છે કે, વેપારીને ભયભીત કરી તેમની જમીન ખાલી કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
પોલીસે તપાસ શરુ કરી
પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે અને તમામ આરોપીઓ વિરુદ્ધ વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો--- Surat: બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત પ્રકરણ, આરોપી પૂનમ ભદોરિયાની જામીન અરજી નામંજૂર