ગુજરાતની સુરક્ષા એજન્સીઓ ટેકનોલોજીના મામલે હંમેશા અગ્રેસર રહી છે, પરંતુ હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક નવો સીમાચિહ્ન પ્રસ્થાપિત કર્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દેશની એવી પ્રથમ તપાસ એજન્સી બની છે જેણે UIDAI સાથે સીધો કરાર કર્યો છે.


PATHIK સોફ્ટવેરનો નવો અવતાર

અમદાવાદ પોલીસના પ્રખ્યાત PATHIK સોફ્ટવેરને હવે આધાર સાથે ઇન્ટિગ્રેટેડ કરવામાં આવ્યું છે. આ સોફ્ટવેરને દેશના શ્રેષ્ઠ 11 લો-એન્ફોર્સમેન્ટ પ્રોજેક્ટ્સમાં પસંદ કરવામાં આવ્યો છે. આ કરાર બાદ હવે ગુજરાતની 9,000 થી વધુ હોટલો અને PGમાં રોકાતા મુસાફરોનું વેરિફિકેશન અત્યંત સરળ અને સુરક્ષિત બનશે.

મુખ્ય વિશેષતાઓ અને સુરક્ષા

QR કોડ આધારિત ચેક-ઇન: મુસાફરોએ હવે હોટલમાં ઓળખ પત્રની નકલ આપવાની જરૂર રહેશે નહીં. માત્ર QR કોડ સ્કેન કરીને પેપરલેસ વેરિફિકેશન થઈ શકશે.

ડેટા પ્રાઈવસી: સૌથી મહત્વની વાત એ છે કે PATHIK સોફ્ટવેર કોઈપણ વ્યક્તિનો આધાર નંબર સ્ટોર કરશે નહીં, જેથી નાગરિકોની ગોપનીયતા જળવાઈ રહેશે.

ગુનાખોરી પર નિયંત્રણ: શંકાસ્પદ વ્યક્તિ કે ગુનેગાર જ્યારે પણ કોઈ હોટલમાં રોકાશે, ત્યારે આધાર લિંક્ડ સિસ્ટમને કારણે પોલીસને તુરંત એલર્ટ મળી જશે.

આ ટેકનોલોજીથી માત્ર પોલીસની કામગીરી જ સરળ નહીં થાય, પરંતુ મુસાફરોને પણ દસ્તાવેજોની માથાકૂટમાંથી મુક્તિ મળશે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો આ પ્રોજેક્ટ આગામી સમયમાં દેશભરની પોલીસ માટે એક રોલ મોડેલ સાબિત થશે.

આ પણ વાંચોઃ Gandhinagar : આંગણવાડીના ભૂલકાંઓ માટે આધારશિલા, જૂન 2026થી રાજ્યમાં નવો અભ્યાસક્રમ થશે અમલી


  • Follow us on: