શહેરની પ્રખ્યાત 'કોમો બાય કાફા' રેસ્ટોરન્ટમાં ગ્રાહકના ભોજનમાંથી માખી નીકળવાની ઘટના સામે આવ્યા બાદ તંત્રએ કડક પગલાં લીધા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના આરોગ્ય વિભાગ દ્વારા રેસ્ટોરન્ટને 50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે.
બ્રેડમાં માખી હોવાની થઈ હતી ફરિયાદ
મળતી માહિતી મુજબ, ગાર્લિક બ્રેડમાંથી માખી મળી આવી હતી. આ ગંભીર બેદરકારી અંગેની ફરિયાદ આરોગ્ય વિભાગને મળતા જ મ્યુનિસિપલ ટીમે રેસ્ટોરન્ટમાં દરોડો પાડ્યો હતો.
