અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા ફ્લિપકાર્ટના વેરહાઉસમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. ચાંદખેડા ગામમાં આવેલ આ વેરહાઉસમાંથી ધુમાડાના ગોટા દેખાતા આસપાસના વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ હતી.

ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી

આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ટીમ દ્વારા આગને કાબૂમાં લેવા માટે સતત પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી.

જાનહાનિના કોઈ અહેવાલ નથી મળ્યા

આ ઘટનામાં જાનહાનિના કોઈ અહેવાલ નથી મળ્યા, પરંતુ વેરહાઉસમાં સંગ્રહિત માલસામાનને નુકસાન થયાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગના કારણે આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક વ્યવસ્થાને પણ અસર પહોંચી હતી.

આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવાની કાર્યવાહી ચાલુ

ફાયર વિભાગ દ્વારા આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવાની કાર્યવાહી ચાલુ છે, જ્યારે પોલીસ દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.


આ પણ વાંચો-----    Weather News : ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઘટયું, વહેલી સવારે ઠંડી તો બપોરના સમયે ગરમીનો અહેસાસ કરતા શહેરીજનો